---Advertisement---

RTE Gujarat 2025: પ્રથમ રાઉન્ડમાં એડમિશન ન મળ્યું? હવે બીજો રાઉન્ડ ક્યારે આવશે અને શું કરવું પડશે?

Published On:
RTE Gujarat 2025
---Advertisement---

મિત્રો, જો તમારા બાળકને RTE Gujarat 2025 (Right To Education) ના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ નથી મળ્યો, તો ચિંતા કરવાની જરૂર નથી. આ બ્લોગ પોસ્ટમાં આપણે જાણીશું કે બીજો રાઉન્ડ ક્યારે આવશે, અને એ પહેલાં તમને કઈ જરૂરી કાર્યવાહી કરવી પડશે.

RTE Gujarat 2025 નો પહેલો રાઉન્ડ આવી ગયો છે

પ્રથમ રાઉન્ડમાં વિદ્યાર્થીઓને સ્કૂલો ફાળવાઈ ગઈ છે. તમારું બાળક કઈ સ્કૂલમાં ફાળવાયું છે અને એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તે વિશે માહિતી RTE ની ઓફિશિયલ વેબસાઈટ પરથી મેળવી શકાય છે.

પરંતુ જો તમારા બાળકનું નામ પહેલો રાઉન્ડમાં ન આવ્યું હોય તો પછી આગળની પ્રક્રિયા મહત્વપૂર્ણ છે.

RTE Gujarat 2025

જો પ્રથમ રાઉન્ડમાં એડમિશન ન મળ્યું હોય તો શું કરવું?

જો સ્ટેટસ ચેક કરતા સમયે કે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરતી વખતે “પ્રવેશ શક્ય નથી” એવું મેસેજ આવે છે, તો તમારું બાળક પ્રથમ રાઉન્ડમાં સિલેક્ટ નહોતું થયું.

એવા સમયે તમારે નીચેના પગલાં લેવાના હોય છે:

  1. બીજા રાઉન્ડની રાહ જોવી.
  2. સ્કૂલ પસંદગી બદલી. તમે જે સ્કૂલો પહેલાં પસંદ કરી હતી, તેમાંથી કેટલીક સ્કૂલો ફૂલ થઈ ગઈ હોય શકે છે. એટલે તમારે નવી સ્કૂલો પસંદ કરવી પડશે.

સ્કૂલ પસંદગી કેમ અને ક્યારે બદલવી?

  • તમે રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર પર RTE તરફથી SMS આવશે કે હવે તમે સ્કૂલ બદલવા માટે લોગિન કરી શકો છો.
  • ત્યાર બાદ RTE ની વેબસાઈટ પર જઈને નવી સ્કૂલો પસંદ કરો.
  • જો તમારું પહેલું પસંદ કરેલું સ્કૂલ ફૂલ થઈ ગયું હોય તો બીજી પસંદગી વધુ અસરકારક સાબિત થાય છે.

આ પ્રક્રિયા અંગે વધુ વિગત માટે મારી YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ કરો – આ અંગે હું ખાસ વિડિયો પણ અપલોડ કરીશ.

બીજો રાઉન્ડ ક્યારે આવશે?

હવે મોટો સવાલ એ છે કે બીજો રાઉન્ડ ક્યારે આવશે?

  • અત્યાર સુધી કોઈ ઓફિશિયલ તારીખ જાહેર થઈ નથી.
  • પરંતુ સામાન્ય રીતે, પહેલો રાઉન્ડ આવતા 25 થી 30 દિવસમાં બીજો રાઉન્ડ આવી જાય છે.
  • પહેલો રાઉન્ડ 28 એપ્રિલે જાહેર થયો છે, એટલે બીજો રાઉન્ડ શક્યતઃ 25 થી 30 મે વચ્ચે આવશે.

નિષ્કર્ષ:
જો તમારા બાળકને પહેલો રાઉન્ડમાં પ્રવેશ ન મળ્યો હોય તો ચિંતા ન કરો. નવા સ્કૂલો પસંદ કરો અને બીજો રાઉન્ડ આવે તેની રાહ જુઓ. તાજેતરના અપડેટ્સ માટે મારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને WhatsApp ગ્રુપને પણ જ્વાઇન કરો. ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળશે.

Follow Us On

---Advertisement---

Leave a Comment